મુંબઈ – ૧૯૯૨માં રિલીઝ થયેલી નિર્માતા-દિગ્દર્શક મણીરત્નમની ફિલ્મ ‘રોઝા’ સાથે બોલીવૂડમાં જાણીતી થયેલી દક્ષિણ ભારતીય ફિલ્મોની એક્ટ્રેસ મધુ હવે ઈચ્છે છે કે મણીરત્નમ ‘રોઝા 2′ બનાવે.
એક ઈન્ટરવ્યૂમાં ૪૦ વર્ષી મધુએ કહ્યું કે, જો મણીરત્નમ ફરી વાર ફિલ્મ બનાવે તો એમાં કામ કરવાનું મને ગમશે, કારણ કે એમની તે ફિલ્મે જ મને જાણીતી કરી હતી. લોકો હજી પણ મને ‘રોઝા’ને લીધે જ યાદ કરે છે. મણીરત્નમ મારી લાગણીને સમજે છે અને હું એમની લાગણી સમજું છું. મને હજી પણ આશા છે કે એ ‘રોઝા 2′ બનાવશે.
મધુ હાલ બાળકોની એક ફિલ્મ ટોમચી કરી રહી છે જેમાં તેનો નાનો, પણ મહત્વનો રોલ છે.
મધુનું મૂળ નામ મધુબાલા છે. ૧૯૯૯માં આનંદ શાહને પરણ્યા બાદ મધુને બે પુત્રી થઈ છે – અમેયા અને કીઆ.
હેમા માલિની મધુની કાકી કે મામી થાય છે.
મધુએ ૧૯૯૧માં ‘ફૂલ ઔર કાંટે’ ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી મેળવી હતી, પણ તે જાણીતી થઈ ‘રોઝા’ ફિલ્મથી.




















