રાજેશ ખન્નાની લિવ-ઈન પાર્ટનર અનિતા ગાયબ

મુંબઈ – હિન્દી ફિલ્મોના પહેલા સુપરસ્ટાર સ્વ. રાજેશ ખન્ના સાથે આઠ વર્ષ સુધી રહેલી લિવ-ઈન પાર્ટનર અનિતા અડવાણી લાપતા હોવાનું કહેવાય છે.

મૂળ જયપુરની અને બાન્દ્રાની રહેવાસી અનિતા છેલ્લા બે દિવસથી બાન્દ્રા (વેસ્ટ)સ્થિત તેના નિવાસ ‘મરિયમ હાઉસ’માં નથી અને ન તો એ આ જ વિસ્તારના કાર્ટર રોડ પર આવેલા રાજેશ ખન્નાના બંગલા ‘આશિર્વાદ’માં પણ ગઈ નથી.

એક અહેવાલ મુજબ, ‘આશિર્વાદ’ની માલિકીના મામલે સ્વ. ખન્નાના જમાઈ અને એક્ટર અક્ષય કુમાર અને અનિતા વચ્ચે સમાધાન થઈ ગયું છે, પરંતુ સમાધાનની વિગતો જાહેર કરવામાં આવી નથી. અનિતા કે એના પરિવારમાંથી કોઈએ પણ સમાધાનના અહેવાલોને સમર્થન આપ્યું નથી.

અનિતાએ પહેલા એવો દાવો કરેલો કે રાજેશ ખન્નાના પરિવારજનોએ એને ‘આશિર્વાદ’માંથી ધક્કો મારીને બહાર કાઢી મૂકી હતી અને જે મિની-ટ્રકમાં રાજેશના પાર્થિવ શરીરને લઈ જવામાં આવ્યું હતું તેની પર ચડવાની એને મનાઈ કરવામાં આવી હતી.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Bollywood, Breaking News