વિરાટ સાથે લગ્નનો કોઈ પ્લાન નથીઃ અનુષ્કાની સ્પષ્ટતા

Anushka Sharma મુંબઈ – ક્રિકેટર વિરાટ કોહલી સાથે પોતે લગ્ન કરી રહી હોવાની અટકળોને બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ રદિયો આપ્યો છે.

અગાઉ એવા અહેવાલો હતા કે ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમના વાઈસ-કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા ટૂંક સમયમાં લગ્ન કરવાના હોવાથી વિરાટ જે હોટેલમાં રહેતો હોય ત્યાં જ રહેવાની ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે અનુષ્કાને છૂટ આપી છે. પરંતુ ‘બેન્ડ બાજા બારાતી’ની અભિનેત્રી અનુષ્કાનાં એક પ્રતિનિધિએ એક નિવેદન દ્વારા જણાવ્યું છે કે આ અહેવાલમાં કોઈ તથ્ય નથી. અનુષ્કાનાં લગ્ન વિશે ઓનલાઈન અનેક અટકળો વહેતી મૂકવામાં આવી છે.

‘પરંતુ, હું સ્પષ્ટતા કરી દેવા માગું છું કે આ અફવાઓમાં કોઈ તથ્ય નથી. મારી તમને વિનંતી છે કે તમે આવી વાતોથી દૂર રહો,’ એમ અનુષ્કાનાં પ્રતિનિધિનું કહેવું છે.

Filed in: Bollywood, Breaking News


"Type in Gujarati language (Press Ctrl+g to toggle between Gujarati and English)”