પંચમદાને યાદ કરીને આશાની આંખોમાંથી આંસુ સરી પડ્યા

મુંબઈ – દંતકથાસમા ગાયિકા આશા ભોસલે સિંગીંગ રિયલિટી શૉ ‘ઈન્ડિયન આઈડોલ 6′ માટે સ્પેશિયલ આર.ડી. બર્મન એપિસોડનું શૂટિંગ કરતી વખતે ભાંગી પડ્યા હતા.

તે એપિસોડમાં સ્પર્ધકોને પંચમ-દા તરીકે પ્રખ્યાત થયેલા મહાન સંગીતકાર આર.ડી.ને શ્રદ્ધાંજલિ આપવાની હતી. એ માટે પંચમ-દાની યાદમાં એક નાનકડી વીડિયો ફિલ્મ દર્શાવવામાં આવી હતી જેના રેકોર્ડિંગમાં પંચમ અને આશા ભોસલેની અમુક યાદગાર વિશેષ ક્ષણોને પણ આવરી લેવામાં આવી હતી. એમાં આર.ડી. આશાનો આભાર માને છે એવું એક દ્રશ્ય આવતા આશા રડવાનું રોકી શક્યા નહોતા. એમને એવરગ્રીન સંગીતકાર આર.ડી. બર્મન સાથેનાં દિવસોની યાદ આવી ગઈ હતી.

આ એપિસોડ શુક્રવારે રજૂ થવાનો છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Bollywood