૫૯ કાપ-કૂપ બાદ ‘ધ ડર્ટી પિક્ચર’ ૨૬ ઓગસ્ટે ટીવી પર

નવી દિલ્હી – કેન્દ્રના માહિતી અને પ્રસારણ ખાતાએ ૫૯ કટ મૂક્યા બાદ વિવાદાસ્પદ હિન્દી ફિલ્મ ‘ધ ડર્ટી પિક્ચર’ને ટીવી પર દર્શાવવાની મંજૂરી આપી છે. આ ફિલ્મ ૨૬ ઓગસ્ટે બતાવવામાં આવશે.

અગાઉ સરકારે આ ફિલ્મને ટીવી પર પ્રાઈમ ટાઈમમાં પ્રસારિત કરવા માટે અયોગ્ય ગણાવી હતી અને તેને રાત્રે ૧૧ વાગ્યા બાદ બતાવવાની પરવાનગી આપી હતી. હવે આ ફિલ્મના ટીવી પ્રસારણ માટે એમાં ૫૯ જગ્યાએ કાપ-કૂપ કરવામાં આવી છે.

સોની ટીવી પર આ ફિલ્મ દિવસમાં બે વાર પ્રસારિત કરવામાં આવશે. પહેલા બપોરે ૧૨ વાગ્યે અને પછી રાત્રે ૮.૩૦ વાગ્યે.

વિદ્યા બાલન અભિનીત આ ફિલ્મ દક્ષિણ ભારતીય અભિનેત્રી સ્વ. સિલ્ક સ્મિતાનાં જીવન પર આધારિત છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Bollywood, Breaking News