એક્તા કપૂરનો આ છે ‘લકી મેન’

મુંબઈ – પીઢ અભિનેતા જિતેન્દ્નની કુંવારી દિકરી એક્તા કપૂરે ટીવી તેમજ ફિલ્મ, એમ બંને પડદા પર નિર્માત્રી તરીકે ધૂમ સફળતા હાંસલ કરી છે. હાલ તે એની નવી ફિલ્મ ‘ક્યા સુપર કૂલ હૈ હમ’ના પ્રમોશન્સમાં વ્યસ્ત છે. એ તેનાં મિત્ર અને સ્કિપ્ટરાઈટર મુશ્તાક શેખને પોતાને માટે ભાગ્યશાળી માને છે.

મુશ્તાક શેખે તેના મિત્ર શાહરૂખ ખાનની ફિલ્મો ‘મૈં હૂં ના’ અને ‘ઓમ શાંતિ ઓમ’ અને એક્તાની નવી ફિલ્મમાં રોડસાઈડ વિલનની ભૂમિકા કરી હતી.

એક અહેવાલ મુજબ એક્તા કહે છે, મુશ્તાક મારો બેસ્ટ ફ્રેન્ડ છે અને હું તો એને મારો લકી મેસ્કોટ પણ માનું છું.

બીજી મુશ્તાક પણ કહે છે કે, એક્તા સ્વીટહાર્ટ છે. જો એ મને એનો લકી મેન માનતી હોય તો હું એટલું કહીશ કે ભવિષ્યમાં હિરો બનવાની મારી ખ્વાહિશ પૂરી થશે. એક્તા ખૂબ સાહસિક છે અને તે ઓછામાં ઓછી ૧૦૦૦ ફિલ્મોનું નિર્માણ કરી શકે એમ છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Bollywood