મુંબઈ – બોલીવૂડ કલાકારો હેમા માલિની અને ધર્મેન્દ્રની મોટી પુત્રી એશાનાં લગ્ન તેનાં ફિયાન્સ ભરત તખ્તાની સાથે ૨૯ જૂને અહીં એક મંદિરમાં યોજાશે.
એશા અને મુંબઈના ઉદ્યોગપતિ ભરત તખ્તાની ઘણા વખતથી એકબીજાનાં પ્રેમમાં હતા. બંનેની સગાઈ ગઈ ૧૨ ફેબ્રુઆરીએ જુહુ વિસ્તારમાં હેમા માલિનીનાં નિવાસસ્થાને થઈ હતી.
હેમા માલિનીએ જાણકારી આપી છે કે એશા-ભરતનાં લગ્ન ૨૯ જૂને એક મંદિરમાં યોજાશે. તે માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
લગ્નમાં બંનેના પરિવારની ખાસ વ્યક્તિઓને જ આમંત્રણ આપવામાં આવશે. રિસેપ્શન ૩૦ જૂને મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટેલમાં યોજાશે.



















