વિધુ વિનોદ ચોપડા અને શરમન જોશીની નવી ફિલ્મ ફરારી કી સવારીના પ્રિમિયર શોમાં બીજેપીના ટોચના નેતા લાલ કૃષ્ણ અડવાણી હાજર રહ્યા હતા.
રાજકીય ગતવિધિઓમાંથી બ્રેક લઇને અડવાણીએ ફિલ્મ તો બરોબર માણી, પરંતુ એ વિશે પત્રકારોએ પૂછેલા એક પણ સવાલનો જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું.
રાજેશ માપુસકર દ્વારા દિગ્દર્શીત ફિલ્મમાં પોતાના પુત્રને ખુશ કરવા એક કલાક માટે ફરારી કાર ચોરી લેતા પિતાની વાર્તા છે. આ ફિલ્મમાં બોમન ઇરાની પણ અભિનય કરે છે.

લાલકૃષ્ણ અડવાણીએ ફરારી કી સવારીના પ્રિમિયરમાં હાજરી આપી
Filed in: Bollywood



















