મુંબઈ – ‘એક મૈં ઔર એક તૂ’માં રોમેન્ટિક ભૂમિકામાં ચમક્યા બાદ ઈમરાન ખાન અને કરીના કપૂર એક નવી ફિલ્મમાં સાથે આવી રહ્યાં છે.
આ ફિલ્મ છે ‘ગોરી તેરે પ્યાર મેં’, જેનું નિર્માણ કરણ જોહર કરશે.
ઈમરાનને બોલીવૂડમાં એન્ટ્રી અપાવનાર કરણ જોહર છે. આ બંને તેમજ પુનીત મલ્હોત્રાએ મળીને અગાઉ ‘આઈ હેટ લવ સ્ટોરીઝ’ બનાવી હતી. હવે આ ત્રિપુટી ફરી સાથે થઈ છે.
પુનીતે ધર્મા પ્રોડક્શન્સ માટે એમની નવી ફિલ્મ ‘ગોરી તેરે પ્યાર મેં’ માટે કલાકારોની પસંદગી શરૂ કરી દીધી છે. ઈમરાન ખાનને હિરો તરીકે પસંદ કર્યા બાદ હિરોઈન તરીકે કરીનાને સિલેક્ટ કરી છે.
ફિલ્મનું શૂટિંગ આગામી ૧ માર્ચથી શરૂ થશે.



















