મુંબઈ – એક્ટર ઈમરાન ખાન તેના સુપરસ્ટાર મામા આમિર ખાનના પગલે ચાલી રહ્યો છે. ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ-2′માં પોતાના રોલ માટે મૂછ ઉગાડવાનો ઈમરાને આગ્રહ રાખ્યો છે.
બોલીવૂડનો ચોકલેટ બોય ઈમરાન એકતા કપૂર નિર્મિત નવી ફિલ્મમાં ટપોરી બન્યો છે. આ ફિલ્મ ૨૦૧૦માં હિટ નિવડેલી ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’ની સિક્વલ છે.
ઈમરાનને દિગ્દર્શક મિલન લુથરીયાએ વિકલ્પ આપ્યો હતો કે તારે ડુપ્લીકેટ મૂછ રાખવી છે કે રીયલ મૂછ ઉગાડવી છે? ઈમરાને પોતાના પાત્રને ન્યાય મળી શકે એ માટે રીયલ મૂછ ઉગાડવાનું કર્યું.
ભૂતકાળમાં આમિર ખાને પણ પોતાની ફિલ્મમાં નકલીને બદલે અસલી મૂછ રાખવાનો આગ્રહ રાખ્યો હતો.
ફિલ્મમાં અક્ષય કુમાર, સોનાલી બેન્દ્રે અને સોનાક્ષી સિંહાની પણ ભૂમિકા છે.



















