‘જબ તક હૈ જાન’ યશરાજની ફિલ્મનું નામ જાહેર

જે ફિલ્મનાં નામની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી, આખરે એ ફિલ્મનું નામ જાહેર કરી દેવાયુ છે. અમે વાત કરી રહ્યા છીએ યશરાજ બેનર હેઠળની ફિલ્મ ‘જબ તક હૈ જાન’ની. શાહરૂખ ખાન, કૈટરીના કૈફ અને અનુષ્કા શર્મા સ્ટારર આ ફિલ્મનું નામ જાહેર કરી દેવાયુ છે.

ચાર વર્ષ બાદ શાહરૂખ ખાન મોટા પડદે રોંમાટિક કીરદારમાં જોવા મળશે. ફિલ્મનાં મ્યુઝિકની જવાબદારી ગુલઝાર અને એ.આર.રહેમાનનાં ખભે છે. ફિલ્મનું ટ્રેલર પહેલેથી જ રિલીઝ કરી દેવાયું છે.

ફિલ્મ ‘જબ તક હૈ જાન’ ને ૧૩ નવેમ્બર એટલે કે દિવાળી પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મથી ઘણાને આશા છે. ફિલ્મનું શુટીંગ કાશ્મીરમાં થયુ છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Bollywood