ચેક બાઉન્સ થયા અને ફિલ્મ યુનીટને હોટલમાં કેદી બનાવાયા

પોતાની ફિલ્મ કાંચના શૂટિંગ માટે ભોપાલ ગયેલા કલ્પના લાજમીના યુનીટને પૈસા ભરવામાં ન આવ્યા હોવાથી હોટલમાલિકોએ ચાર દિવસ સુધી બાનમાં રાખ્યા હતા અને પૈસાની ચુકવણી થયા પછી જ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા
હકીકતમાં યુનીટના 100 જેટલા સભ્યો અલગ અલગ ચાર હોટલોમાં ઊતર્યા હતા, પરંતુ પેમેન્ટ માટે આપવામાં આવેલા ચેક્સ બાઉન્સ થતા હોટલવાળાઓએ યુનીટના સભ્યોને ચેક આઉટ કરવાનો ઇનકાર કરી દીધો હતો. જે કલાકારો આમાં ફસાયા હતા એમાં ઇલા અરુણ, અવિકા ગોર, યોગરાજ સિંહ વગેરેનો સમાવેશ થતો હતો.
અમુક લોકો પોતાની રીતે પૈસા ચુકવીને હોટલ છોડી ગયા હતા અને બાકીને પ્રોડ્યુસર વતી પૈસા ચુકવવામાં આવ્યા એ પછી ચેક આઉટ કરવાની પરવાની મળી હતી.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Bollywood