ડીવોર્સ બાદ મુંબઈના આ બિઝમેન સાથે લગ્ન કરશે કરિશ્મા?

karishma-Kapoor-131113મુંબઈ – બોલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂર અને સંજય કપૂરના લગ્ન તૂટી ચૂક્યા છે. બંનેએ પરસ્પર સહમતિથી ડિવોર્સ માટેની અરજી ફાઇલ કરી દીધી છે. મળતી માહિતી પ્રમાણે કરિશ્મા બીજીવાર લગ્ન કરવા માટે તૈયાર છે.

હાલમાં મુંબઈના જાણીતા બિઝનેસ મેન સંદિપ તોશ્નીવાલા અને કરિશ્મા એકબીજાની નજીક છે, આગામી ટૂંક સમયમાં તેઓ લગ્ન કરશે તેવા અહેવાલો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કરિશ્મા કપૂરના ખરાબ સમયમાં સંદિપ સતત તેની સાથે રહ્યો છે. કરિશ્મા કપૂર અત્યારે માનસિક રીતે ભાંગી પડી છે. આ સમયે સંદિપે તેને કાઉન્સિલરની મદદ લેવાનું અને કાયદાકિય પગલાં ભરવાની સલાહ આપી છે.

બંને વચ્ચેના સંબંધોને જોતા એવી ચર્ચા ચાલી રહી છે કે કરિશ્માનાં છૂટાછેડા થઈ જાય ત્યારબાદ આ બંને લગ્ન કરશે. જોકે કરિશ્માના નજીકના પરિવારજનોનો દાવો છે કે તેઓ માત્ર સારા મિત્રો છે.

એવા પણ અહેવાલો છે કે તેઓ હાલમાં આ સંબંધ છૂપાવી રાખવા માંગે છે. બંનેના પરિવારજનોએ આ સંબંધને સ્વીકારી લીધો છે. કરિનાએ પણ સંદિપ સાથેના કરિશ્માના સંદિપ સાથેના સંબંધો સ્વીકારી લીધા હોવાનું જાણવા મળ્યું છે.

Filed in: Bollywood


"Type in Gujarati language (Press Ctrl+g to toggle between Gujarati and English)”