હું હળવી કોમેડી કરવાનું પસંદ કરીશ: કરિશ્મા

મુંબઈ- બોલિવુડ અભિનેત્રી કરિશ્મા કપુર હવે કોમેડી ફિલ્મોમાં કામ કરવા માંગે છે.૩૯ વર્ષની કરિશ્માનું કહેવું છે કે, “મેં હજી કંઈ પણ આયોજન નથી કર્યું. હવે હું હળવી કોમેડી કરવા માંગુ છું. ”

કરિશ્માએ ફિલ્મ ‘ડેન્જરસ ઈશ્ક’માં કમબેક કર્યુ હતું, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર દર્શકોનું દિલ નહોતી જીતી શકી.

હાલમાં કરિશ્મા એક લોકપ્રિય રેડિયો સ્ટેશન પર ફેશન પર આધારિત શો રજૂ કરી રહી છે. આ ઉપરાંત તે વર્ષ ૧૯૮૨માં આવેલી ફિલ્મ ‘સત્તે પે સત્તા’ની રિમેકમાં પણ જોવા મળશે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Bollywood