કોલાવેરી ગીતે યુટ્યુબ પર પાંચ કરોડ હિટ્સ નોંધાવ્યા

દક્ષિણ ભારતના સુપરસ્ટાર ધનુષના અતિ લોકપ્રિય ગીત કોલાવેરી દીએ યુ ટ્યુબ પર પાંચ કરોડ હિટ્સનો આંક વટાવી દીધો છે. સોમવારની બપોર સુધી યુટ્યુબ પર આ ગીતના 50,086,633 હિટ્સ નોંધાયા હતા.

એકદમ ગમી જાય એવી ધૂન અને બે ભાષામાં લખાયેલા ગીતને ઇન્ટરને પર લોંચ કરવામાં આવ્યું કે તરત જ એને ઘેલછા ઊભી કરી હતી અને એક જ દિવસમાં એના દશ લાખ જેટલા હિટ્સ નોંધાઇ ગયા હતા. સુપરસ્ટાર રજનીકાન્તના જમાઇ ધનુષે આ ગીતના શબ્દો અંગ્રેજી અને તામીલમાં લખ્યા છે. ગીત તેણે જ ગાયું છે.

આ ગીતની સંગીતરચના 21 વર્ષના અનિરુદ્ધ રવિચન્દરે કરી છે. ગીત ધનુષની આગામી ફિલ્મનો એક હિસ્સો છે. એ ફિલ્મનું દિગ્દર્શન રજનીકાન્તની પુત્રી ઐશ્વર્યાએ કર્યું છે. કોલાવેરી દી નો અર્થ કાતિલ ઘેલછા થાય છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Bollywood, Breaking News