માધુરીએ છુપાઈને કર્યા તાજમહલના દર્શન

આગરા – બોલીવૂડની જાણીતી અભિનેત્રી માધુરી દીક્ષિત-નેનેએ હાલમાં જ તેનાં પતિ અને બે પુત્રો સાથે આગરાના તાજમહલની મુલાકાત લીધી હતી. એ દરમિયાન તેણે પોતાનો ચહેરો સ્કાર્ફથી ઢાંકી રાખ્યો હતો અને આંખો પર કાળા સનગ્લાસ પહેરી રાખ્યા હતા.

૪૫ વર્ષી માધુરીએ રવિવારે ટ્વિટર પર પોતાના પરિવારની તસવીર મૂકી છે જેમાં તે એનાં પતિ ડો. શ્રીરામ નેને તથા બે પુત્રો – આરીન અને રાયનની સાથે તાજમહલની સામેની પાળી પર બેઠાં છે.

ફોટોની સાથે કેપ્શન લાઈન લખી છે : ‘અહીં હું છુપાવેશમાં મારાં પતિની સાથે છું.’ તસવીરમાં માધુરી જાંબુડી રંગનું ટોપ અને બ્લુ રંગનું જીન્સ પહેરેલી દેખાય છે.

માધુરીએ વધુ લખ્યું છે કે, હું તો પુત્રો અને રામને પણ છુપાવવા માગતી હતી.

માધુરી ગયા વર્ષે અમેરિકાથી ભારત પાછી ફરી છે. હાલ તે ડાન્સ રિયાલિટી શૉ ‘ઝલક દિખલા જા’ની પાંચમી મોસમની એક જજ બની છે.

એ બે ફિલ્મમાં પણ કામ કરી રહી છે, ‘ગુલાબ ગેંગ’ અને ‘ઈશ્કિયાં 2.’

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Bollywood, Breaking News