પતિના સહકાર સાથે માધુરી બનશે ફિલ્મ પ્રોડ્યૂસર

મુંબઈ – બોલીવૂડમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી હિરોઈનો પ્રોડ્યૂસર બની છે, જેમ કે અમીષા પટેલ, દિયા મિર્ઝા, લારા દત્તા અને પ્રીતિ ઝીન્ટા. હવે વારો છે માધુરી દીક્ષિતનો.

જોશે-જવાનીના દિવસોમાં લગભગ એક દાયકા સુધી બોલીવૂડમાં ટોચની હિરોઈન તરીકેનું સ્થાન જમાવનાર માધુરીએ ત્યારબાદ ઈન્ડિયન-અમેરિકન ડોક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કરીને હિન્દી ફિલ્મોને ગુડબાય કરી દીધું હતું. ડો. નેનેથી તેને બે પુત્રો પણ થયા છે. અમેરિકામાં તેઓ શાંતિનું જીવન જીવતા હતા, પણ છેલ્લા એકાદ વર્ષથી માધુરી પરિવારસહ ભારત પાછી ફરી છે અને મુંબઈમાં સેટલ થઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, માધુરીને એક્ટિંગ કરિઅરમાં ફરી જમાવટ કરવાની મહત્વાકાંક્ષા નથી, પણ એને બદલે તેનું સપનું પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કરવાનું છે, અને તે પણ પતિ ડો. નેનેના સપોર્ટ સાથે.

કહેવાય છે કે, નેને દંપતિએ અંધેરીમાં ઈન્ફીનિટી મોલ નજીકના એક મકાનમાં ૩૦૦૦ સ્ક્વેર ફીટની જગ્યા ખરીદી છે અને ત્યાંથી તેઓ છ-સાત મહિનામાં ફિલ્મ પ્રોડક્શનની કામગીરીનો આરંભ કરશે.

પત્નીને તેનું સપનું સાકાર કરવામાં મદદ કરવાની સાથોસાથ ડો. નેને તેમના તબીબી વ્યવસાયમાં સક્રિય રહેવાનું પણ ચાલુ રાખશે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Bollywood, Breaking News