શાહરૂખના બંગલા મન્નત સામે સીઆરઝેડના ભંગનો આરોપ

સુપરસ્ટાર શાહરૂખ ખાનની ક્રિકેટ ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ આઇપીએલમાં ભલે નંબર વન પર પહોંચી ગઇ હોય પણ શાહરૂખાનની મુશ્કેલી કંઇક ઓર છે. બાન્દ્રાના બેન્ડસ્ટેન્ડ પર આવેલા એના નિવાસસ્થાન મન્નત સામા પર્યાવરણને લગતા કાયદાનો ભંગ થયો હોવાના આક્ષેપ થયા છે.
મુંબઇ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (એમપીસીબી) જણાવે છે કે અમે ઇન્સપેક્શન માટે ગયા ત્યારે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (સીઆરઝેડ)ના ક્લીયરન્સને લગતા દસ્તાવેજો શાહરૂખ ખાન અને એના આર્કિટેક્ટે રજૂ કર્યા નહોતા.
એમપીસીબીના અધિકારીઓએ કહ્યું હતું કે સાત માળના આ બંગલાનો 20,000 સ્કવેર ફૂટનો વિસ્તાર સીઆરઝેડ હેઠળ આવે છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Bollywood