મુકેશ ભટ્ટ ફિલ્મ નિર્માતા સંઘનાં અધ્યક્ષ બન્યા

મુંબઈ – ફિલ્મ ડાયરેક્ટર મુકેશ ભટ્ટ ફિલ્મ નિર્માતા સંઘનાં નવા અધ્યક્ષ બન્યા છે. આ પહેલા ફિલ્મ નિર્માતા સંઘનાં અધ્યક્ષ રમેશ સિપ્પી હતા.

મુકેશ ભટ્ટનું કહેવુ હતુ કે તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે સારુ કામ કરવા માંગે છે. ભટ્ટ આ પહેલા આ સંઘનાં ઉપાધ્યક્ષ હતા. આ પ્રસંગે તેમણે કહ્યું કે ‘આપણે આ ઉદ્યોગને ઉચ્ચસ્તરે લઈ જવાની જરૂર છે. જેનો તે હક્કદાર છે. ખાસ કરીને એવા સમયે જ્યારે ભારતીય ફિલ્મ જગત ૧00મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે.’

ઉલ્લેખનીય છે કે ભટ્ટ કેમ્પે બોલીવુડમાં એક નવા જ ટ્રેન્ડની શરૂઆત કરી હતી જેમાં ઘણી નામાંકિત ફિલ્મોનો સમાવેશ થાય છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Bollywood