ઉદ્યોગપતિ નેસ વાડિયા સાથેના ફોટોગ્રાફ વિશે જ્યારે અભિનેત્રી નરગીસ ફકરીને પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તે અપસેટ થઇ ગઇ હતી.
પ્રકાશિત થયેલા ફોટોગ્રાફમાં અમેરિકી મોડેલમાંથી અભિનેત્રી બનેલી નરગીસ નેસ વાડિયાને ઔપચારિક રીતે ભેટીને ગાલ પર હળવું ચુંબન આપતી દેખાય છે.
આ ફોટોગ્રાફને પગલે નરગીસ અને પ્રીતિ ઝીન્ટાના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ વચ્ચેને સંબંધો વિશે ચર્ચા જાગી હતી.
નરગીસે કહ્યું હતું કે અમારા દેશમાં તો લોકો એકબીજાને મળે ત્યારે ભેટીને હળવાં ચુંબન કરતા જ હોય છે. અગાઉ રણવીર કપૂર અને શાહીદ કપૂર સાથેના નરગીસના સંબંધોની પણ ચર્ચા થઇ હતી.
નેસ વાડિયા વિશેના પ્રશ્નોથી નરગીસ અપસેટ કેમ થાય છે?
Filed in: Bollywood



















