મુંબઈ – નરગીસ ફાખરીનું કહેવુ છે કે તે ક્યારેય અભિનેત્રી બનવા નહોતી માંગતી, પરંતુ ફિલ્મ ‘રોકસ્ટાર’ની જાનદાર સ્ટોરીએ તેને અભિનય પ્રત્યે પ્રેરિત કરી પોતાનો નિર્ણય બદલવા મજબુર કરી દીધી.
૩૨ વર્ષીય નરગીસે રોકસ્ટાર’માં રણબીર કપુરની પ્રેમિકાનો રોલ કર્યો છે. અને હાલમાં જ તેને એચસીએલની બ્રાંડ એમ્બેસેડર બનાવાઈ છે.
તેણે કહ્યું કે તે હંમેશા મહેસુસ કરે છે કે ભગવાને તેને જીવનમાં ઘણી સારી વસ્તુઓ આપી છે, જેથી તે ક્યારેય રસપ્રદ વસ્તુઓ કરતા પોતાની જાતને નથી રોકી શકતી, અને આજ કારણ હતુ રોકસ્ટાર’ ફિલ્મને સાઈન કરવાનું.



















