મુંબઈ – બે હિન્દી ફિલ્મો અને કેટલીક ટીવી જાહેરખબરોમાં ચમકેલી અભિનેત્રી-મોડેલ નુપૂર મહેતાએ દાવો કર્યો છે કે મેચ-ફિક્સિંગ વિવાદમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે તેને ક્લીન ચીટ આપી છે.
આ વિવાદમાં નુપૂરનું નામ એક બ્રિટિશ અખબારે ઢસડ્યું છે.
નુપૂરનો દાવો છે કે આઈસીસીના એન્ટી-કરપ્શન યુનિટના ઓફિસર એલન પીકોકે મારી પૂછપરછ કરી છે અને તેમને આ કૌભાંડમાં મારી કોઈ સંડોવણી જણાઈ નથી અને મને મૌખિક રીતે ક્લીન ચીટ આપી દીધી છે.
૨૦૦૯માં ઈંગ્લેન્ડમાં રમાઈ ગયેલી વર્લ્ડ ટી-20 ચેમ્પિયનશિપમાં મેચ-ફિક્સિંગની પ્રવૃત્તિઓમાં નુપૂરની કથિત સંડોવણીના અહેવાલ બાદ આઈસીસીએ તેની પૂછપરછ કરાવી હતી.



















