નિર્દેશક વિક્રમ ભટ્ટ આ વખતે ‘રાઝ-3′નાં રૂપમાં એક એવી ફિલ્મ લઈને આવી રહ્યા છે જે હોરર છે. આ ફિલ્મ સસ્પેન્સ પેદા કરે છે અને આપને બાંધી રાખે છે. આ ફિલ્મમાં 3ડીનાં કારણે કેટલાય દ્રશ્યોમાં નિર્દેશક આપને ઝટકો દેવામાં સફળ થાય છે. હોરર, રોમાંચ અને રોમાંસનો વઘાર ફિલ્મની જાન છે. આ સિવાય બાકી ફોર્મ્યુલા કંઈ ખાસ નથી. કાળા જાદુનો આધાર બનાવીને તૈયાર કરાયેલી આ ફિલ્મમાં સ્ટોરીને કારણે તાજગી આવે છે. ફિલ્મ ખુબ જ ફાસ્ટ છે કારણ કે આ ફિલ્મમાં ઘટનાઓ ખુબ જ ઝડપથી બને છે જેનાં કારણે તેને આગળ જોતા રહેતા કંટાળો નથી આવતો.
ફિલ્મમાં શનાયા (બિપાશા બાસુ) જે બોલીવુડની એક સફળ હિરોઈન છે જેનો અફેર ફિલ્મ ડાયરેક્ટર (ઈમરાન હાશમી) સાથે છે. પરંતુ કહેવાય છે ને કે બોલીવુડમાં સફળતા વધુ સમય સુધી ટકતી નથી. આ સમયે જ બોલીવુડમાં એક નવી હિરોઈન સંજના (ઈશા ગુપ્તા)ની એન્ટ્રી થાય છે જે બોલીવુડમાં સફળ થવાની સાથોસાથ આદિત્યની જીદગીમાં આવી જાય છે. જે જોઈ ન શકતી શનાયા પોતાની કરિયર અને પ્રેમને બચાવવા કાળા જાદુનો ઉપયોગ કરે છે
અભિનયની વાત કરીએ તો બિપાશાએ ફિલ્મમાં શાનદાર અભિનય કર્યો છે. નેગેટીવ રોલનું કેરેક્ટર બિપાશાએ બખુબી નિભાવ્યુ છે. ઈમરાન હાશમીનો અભિનય સ્વાભાવિક છે ત્યાં ઈશા ગુપ્તાએ પણ પોતાનાં રોલ સાથે ન્યાય કર્યો છે. સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મો આપને જો ગમતી હોય તો આ ફિલ્મ જરૂર જોવી જોઈએ. કાળા જાદુથી પ્રેરિત 3ડી હોરર ફિલ્મ જોવી યકીનન એક દિલચશ્પ અનુભવ છે.



















