મુંબઈ – બુધવારે અવસાન પામેલા ભારતના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાની અંતિમ યાત્રા આજે સવારે ૧૦ વાગ્યે બાન્દ્રાસ્થિત એમના નિવાસસ્થાન આશિર્વાદ ખાતેથી શરૂ થઈ હતી. એમના પાર્થિવ શરીરને ખુલ્લી મિની-ટ્રકમાં કાચની પેટીમાં રાખવામાં આવ્યો હતો જેથી સમગ્ર રૂટ પર ઊભેલા ચાહકો એમના માનીતા અભિનેતાના અંતિમ દર્શન કરી શકે.
ટ્રકને ફૂલોથી શણગારવામાં આવી છે. રાજેશના વિલે પારલે સ્થિત સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. એમની મોટી પુત્રી ટ્વિન્કલ અને જમાઈ અક્ષય કુમારનો પુત્ર આરવ રાજેશ ખન્નાને મુખાગ્નિ આપશે.
રાજેશની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા છે. અનેકના હાથમાં રાજેશ ખન્નાના પોસ્ટરો અને એમણે ફિલ્મોમાં બોલેલા ડાયલોગ્સવાળા પ્લેકાર્ડ્સ જોવા મળ્યા હતા.



















