રાજેશ ખન્નાની તબિયત સુધારા પર, બે દિવસમાં રજા મળશે

ડિમ્પલઃ રાજેશ ખન્નાને લીવરમાં ઈન્ફેક્શન નથી

મુંબઈ – વીતેલા વર્ષોના સુપરસ્ટાર રાજેશ ખન્ના અહીં બાન્દ્રાસ્થિત લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ ઝડપથી સાજા થઈ રહ્યા છે અને તેમને કદાચ બે દિવસમાં ઘેર જવાની રજા મળે એવી ધારણા છે.

૬૯ વર્ષીય ખન્નાને શનિવારે બપોરે શરીરમાં ખૂબ નબળાઈ આવી જતા એમના પત્ની ડિમ્પલ સહિતના પરિવારજનોએ એમને લીલાવતીમાં દાખલ કર્યા હતા જેથી એમને તત્કાળ સારી સારવાર મળી શકે.

ડિમ્પલ સતત એમના પતિની પાસે જ છે અને તેમણે કહ્યું છે કે, રાજેશની તબિયત સારી છે. શનિવાર કરતા આજે એમને ઘણું સારું લાગે છે. એમને કદાચ બે દિવસમાં ડિસ્ચાર્જ કરવામાં આવે એવી ધારણા છે.

ખન્નાને લીવરમાં ઈન્ફેક્શન થયું હોવાના અહેવાલો હતા, પણ ડિમ્પલે રદિયો આપ્યો છે, કે એવું કંઈ નથી. ડિમ્પલ છેલ્લા ઘણા વખતથી એમના પતિથી અલગ રહે છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Bollywood, Breaking News