રાજેશ ખન્નાને લિલાવતીમાં દાખલ કરાયા

મુંબઈ – પીઢ અભિનેતા અને હિન્દી ફિલ્મોના ‘ઓરિજિનલ’ સુપરસ્ટાર રાજેશ ખન્નાની તબિયત લથડતા આજે બપોરે અહીં બાન્દ્રાસ્થિત લિલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તેમના અભિનેત્રી પત્ની ડિમ્પલ સતત એમની ભેગાં જ રહે છે. હોસ્પિટલ ખાતે તેમણે પત્રકારોને કહ્યું કે, ખન્નાને શરીરમાં ખૂબ જ નબળાઈ આવી જવાથી એમને વધારે સારી ટ્રીટમેન્ટ અપાવવા માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

૬૯ વર્ષીય ખન્ના ગંભીર રીતે બીમાર છે, પણ બે દિવસ પહેલા તેમણે અહીં બાન્દ્રા વિસ્તારસ્થિત તેમના આશિર્વાદ બંગલાની બાલ્કનીમાં આવીને તેમના પ્રશંસકો તરફ હાથ હલાવીને સંકેત કર્યો હતો કે તેમની તબિયત હવે સુધારા પર છે.

અગાઉ એવા અહેવાલો હતા કે ખન્નાએ ત્રણ દિવસથી કંઈ ખાધું નથી, પરિણામે તેમના ચિંતાતુર ચાહકોએ આશિર્વાદની બહાર ભીડ જમાવી હતી.

રાજેશ ખન્નાના બંગલા 'આશિર્વાદ'ની બહાર પ્રશંસકો ચિંતાતુર હાલતમાં.

પરંતુ રાજેશ ખન્ના સાથે બાલ્કનીમાં તેમના પત્ની ડિમ્પલ કાપડિયા તથા એક્ટર જમાઈ અક્ષય કુમાર પણ આવ્યા હતા. ખન્ના શરીરે ખૂબ જ નબળા પડી ગયેલા લાગતા હતા, તેમ છતાં તેમણે વિક્ટરીની નિશાની કરી બતાવી હતી.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Bollywood, Breaking News