સેહવાગના ડેરડેવિલ્સ ટ્રોફી જીતશે તો મળશે સોનાના સિક્કા

નવી દિલ્હી – ટીમ ઈન્ડિયાના આક્રમક ઓપનર વિરેન્દર સેહવાગે મુથૂટ ગ્રુપે બનાવેલા આઈપીએલ ટીમ દિલ્હી ડેરડેવિલ્સ બ્રાન્ડના સોનાના સિક્કાઓ લોન્ચ કર્યા છે. મુથૂટ ગ્રુપ આઈપીએલની આ ફ્રેન્ચાઈઝીનું સ્પોન્સર છે.
મુથૂટ ગ્રુપ છેલ્લા ત્રણ વર્ષથી દિલ્હી આઈપીએલ ફ્રેન્ચાઈઝીના પ્રશંસકોની કદરરૂપે સોનાના સિક્કા લોન્ચ કર્યા છે.

શનિવારે આયોજિત સમારંભમાં સેહવાગ ઉપરાંત મુથૂટ ગ્રુપના ચેરમેન એમ.જી. જ્યોર્જ મુથૂટ, જીએમઆર સ્પોર્ટ્સ કંપનીના સીઈઓ અમૃત માથુર પણ હાજર હતા.

દિલ્હી ડેરડેવિલ્સ-મુથૂટ બ્રાન્ડના ગોલ્ડ કોઈન્સ આગામી આઈપીએલ-5 માટે ટીમ ઉપરાંત ગ્રુપ, બંનેને પ્રમોટ કરશે.

આઈપીએલ ટી-20 લીગ સ્પર્ધાના ઈતિહાસમાં આ પહેલી જ વાર કોઈ ટીમના સ્પોન્સરે તેની ટીમ માટે ખાસ બનાવેલા સોનાના સિક્કા લોન્ચ કર્યા છે.

મુથૂટે કહ્યું કે, જો અમારી ટીમ આ વખતની આઈપીએલ જીતશે તો ટીમના દરેક ખેલાડી તથા સપોર્ટ સ્ટાફને આ રીયલ ગોલ્ડ કોઈન ભેટ આપવામાં આવશે.

આ પ્રસંગે સેહવાગે કહ્યું કે, હું મુથૂટ ગ્રુપના સહયોગ માટે બહુ આભારી છું. અમે આ વર્ષની આઈપીએલમાં સારું રમીને અમારા સ્પોન્સર્સને ખુશ રહેવાનો મોકો આપીશું.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Bollywood