શિલ્પા શેટ્ટી મમ્મી બની, પુત્રને જન્મ આપ્યો

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ આજે સવારે અહીં હિન્દુજા હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો છે. તેનાં પતિ રાજ કુન્દ્રાએ ટ્વિટર પર આની જાણકારી આપી છે.

લંડનસ્થિત ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાએ કહ્યું છે કે ઈશ્વરની મહેરબાનીથી અમારે ત્યાં પુત્રનો જન્મ થયો છે. માતા અને બાળક, બંનેની તબિયત સારી છે અને આરામ કરે છે.

શિલ્પાને ડિલિવરીનો સમય આવતા મહિનાનો આપવામાં આવ્યો હતો. કુન્દ્રાએ હિન્દુજા હોસ્પિટલના ડો. કિરણ કોહેલો તથા એમના સ્ટાફનો આભાર માન્યો છે.

શિલ્પાએ ૨૦૦૯માં કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતા. તે ગયા વર્ષના ડિસેંબરમાં સગર્ભા થઈ હતી.

સમાચાર વહેતા થતા જ શિલ્પા અને કુન્દ્રા પર અભિનંદનની વર્ષા થઈ છે. બિપાશા બસુ અને નીલ નીતિન મુકેશ સહિત અનેક સાથી કલાકારો અને બોલીવૂડની હસ્તીઓએ દંપતિને અભિનંદન આપતા સંદેશાઓ મોકલાવ્યા છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Bollywood, Breaking News