SRK, સલમાન અને આમિરે દિલ્હીમાં લગાવી ‘ખાન કી અદાલત’

1

રજત શર્માને શુભેચ્છા પાઠવતા સલમાન અને શાહરૂખ

નવી દિલ્હી – વરિષ્ઠ પત્રકાર રજત શર્માના શૉ ‘આપ કી અદાલત’ની ૨૧મી એનિવર્સરી પર ખાનબંધુઓએ ભેગા મળીને ખાન કી અદાલત લગાવી.

આ પ્રસંગે દિલ્હીના પ્રગતિ મેદાનમાં આયોજીત કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જી સહિતના અનેક દિગ્ગજ નેતાઓ, ઉપરાંત અનિલ કપૂર, સોનાક્ષી સિન્હા સહિતની અનેક હસ્તીઓ હાજર રહી હતી.

3

શાહરૂખ, સલમાન અને આમિર એક સાથે

૨ ડિસેમ્બરના રોજ શૂટ થયેલા એપિસોડમાં શાહરૂખ, આમિર અને સલમાને રજત શર્માને અનોખી રીતે શુભેચ્છા પાઠવી હતી. આ શો દરમિયાન ખાનબંધુઓએ રજત શર્મા પર ખટલો ચલાવ્યો હતો.

આ ત્રણેય ખાન્સે વિવિધ ચેનલ્સ માટે શૉ હોસ્ટ કર્યા છે. જોકે આ પહેલીવાર હતું જ્યારે તેમણે સાથે મળીને શૉ હોસ્ટ કર્યો.

2

શૉ દરમિયાન રજત શર્મા પર ખટલો ચાલાવાયો

૨૦૦૮માં કેટરિનાના પાર્ટીમાં થયેલી બબાલ બાદથી શાહરૂખ અને સલમાન વચ્ચેને અણબનાવ છેલ્લા થોડા સમયથી ઓગળી રહ્યો છે. શાહરૂખે સલમાનની બહેન અર્પિતાના લગ્નમાં આવી દોસ્તી નિભાવી હતી.

આમિરે આ શો દરમિયાન સલમાન અને શાહરૂખ વચ્ચે પોતે કેવો પિસાયો હતો તે અંગેનો એક પ્રસંગ પણ કહ્યો. તેણે કહ્યું કે બંને ખાને ભેગા મળીને આમિરને આખી રાત જગાડ્યો હતો. આમિર ખાને કહ્યું કે, રાતે દોઢ વાગે બંનેએ મને કોલ કર્યો અને મને બોલાવ્યો, અઢી વાગે અમે ભેગા થયા અને સવાર સુધી જાગ્યા.

Filed in: Bollywood


"Type in Gujarati language (Press Ctrl+g to toggle between Gujarati and English)”