બેંગ્લોર અને આંધ્રપ્રદેશમાં ‘વિશ્વરૂપમ’ રજૂ નહીં થાય

ચેન્નઈ – એક્ટર, ડિરેક્ટર, પ્રોડ્યૂસર કમલ હાસનની તમિલ, તેલુગુ અને હિન્દીમાં બનેલી ફિલ્મ ‘વિશ્વરૂપમ’નો વિવાદ વકરતો જ જઈ રહ્યો છે. ‘વિશ્વરૂપમ’ આજે શુક્રવારે દેશનાં અન્ય રાજ્યોમાં રિલિઝ થઈ ગઈ છે પરંતુ બેંગ્લોર શહેર અને આંધ્રપ્રદેશનાં કેટલાય શહેરોમાં આ ફિલ્મોને રિલિઝ નહીં કરાય. થિયેટર માલિકોએ જાતે જ શોને રદ્દ કરી દીધા છે.

આંધ્રપ્રદેશનાં ગૃહ મંત્રી સવિતા રેડ્ડીનાં નિર્દેશઅનુસાર હૈદરાબાદ અને સાયબરાબાદમાં આ ફિલ્મની રિલિઝ પર મનાઈ ફરમાવી દેવાઈ છે. મુસ્લિમ સંગઠનનું એક પ્રતિનિધિમંડળ ગુરૂવારે ગૃહ મંત્રી સવિતા રેડ્ડીને મળ્યું હતુ અને હૈદરાબાદ, સાઈબરાબાદમાં ફિલ્મ રિલિઝ ન કરવા અંગે અરજી આપી હતી.

આ પહેલા તામિલનાડુ સરકારે પણ ફિલ્મની રિલિઝ પર ૧૫ દિવસ માટે મનાઈ ફરમાવી છે. રિલિઝનાં મનાઈની વિરૂદ્ધ કમલ હાસને મદ્રાસ હાઈકોર્ટમાં અરજી આપી છે જેના પર ૨૮ જાન્યુઆરીએ હાઈકોર્ટનો ચુકાદો આવશે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Bollywood, Breaking News