Archive: Breaking News Subscribe to Breaking News
સેન્સેક્સ ૩૮૮ પોઈન્ટ તૂટ્યો, ઈન્વેસ્ટરોએ ગુમાવ્યા ૧.૩ લાખ કરોડ
મુંબઈ – અમેરિકામાં રાહત પેકેજ પાછું લઈ લેવાની આશંકાની ઘેરી અવળી અસર આજે ગુરુવારે સ્થાનિક બજારોમાં જોવા મળી. અમેરિકન ફેડરલ રિઝર્વ બેન્કના પ્રમુખ બેન બર્નાકેના નિવેદન બાદ બજારોમાં હાહાકાર મચી ગયો.
સેન્સેક્સ, જે તાજેતરમાં જ ૨૦,૦૨૭.૫૬ પોઈન્ટની ઉંચાઈએ પહોંચ્યો હતો તે...
મયપ્પન ઘેર ન મળ્યાં, મુંબઈ પોલીસ સમન્સ મૂકીને પાછી ફરી
ચેન્નઈ – આઈપીએલની ટીમ ચેન્નઈ સુપરકિંગ્સનાં માલિક અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના પ્રમુખ એન.શ્રીનિવાસનનાં જમાઈ ગુરૂનાથ મયપ્પનની પૂછપરછ કરવા મુંબઈ પોલીસની ચાર સભ્યોની ટીમ આજે ચેન્નઈ પહોંચી હતી, પરંતુ મયપ્પન ઘેર ન મળતાં મુંબઈ પોલીસ તેમના ઘેર સમન્સ આપીને પાછી ફરી...
બ્રિટિશ લશ્કર પર બદલો લેવા સૈનિકની હત્યા કરીઃ હુમલાખોર
લંડન – અહીં વૂલવિચમાં લશ્કરી છાવણીઓની બહાર એક બ્રિટિશ સૈનિકનો શિરચ્છેદ કરનાર બે શસ્ત્રધારી હુમલાખોરોને પોલીસે ગોળી મારીને ઘાયલ કર્યા છે. બનાવ નજરે જોનારાઓના કહેવા મુજબ, એક હુમલાખોર એક જણ કસાઈ વાપરે તે લોહીયાળ કોયતો બતાવીને એવું બોલ્યો હતો કે બ્રિટિશ લશ્કરે વિદેશમાં...
કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહેનાઃ સાક્ષી ધોનીનાં પ્રત્યાઘાત
નવી દિલ્હી – આઈપીએલ સ્પોટ-ફિક્સિંગ વિવાદ અંગે ભારતીય ટીમ અને ચેન્નઈ સુપર કિંગ્સ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોનીએ પહેલી વાર પ્રતિક્રિયા આપી છે. સાક્ષીએ પોતાનો જવાબ ટ્વિટર પર આપ્યો છે. તેણે કહ્યું છે કે, “કુછ તો લોગ કહેંગે….લોગોં કા કામ હૈ કહેના..”
સ્પોટ-ફિક્સિંગ...
૧૦ શક્તિશાળી મહિલાઓમાં સોનિયા, ઈન્દ્રા નૂઈનો સમાવેશ
ન્યૂ યોર્ક- કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધી અને પેપ્સીકોનાં સીઈઓ ઈન્દ્રા નૂઈને દુનિયાની દસ શક્તિશાળી મહિલાઓમાં સ્થાન અપાયું છે.
૨૦૧૩ માટે ફોર્બ્સ મેગેઝિને વિશ્વની ૧૦૦ શક્તિશાળી મહિલાઓની યાદી જાહેર કરી છે, જેમાં એન્જિલા મર્કેલ, મિશેલ ઓબામા અને ચંદા કોચર સહિત ભૂતપૂર્વ...
સ્પોટ-ફિક્સિંગમાં વધુ ટીમો સંડોવાયેલી છેઃ દિલ્હી પોલીસ
નવી દિલ્હી – આઈપીએલ સ્પોટ-ફિક્સિંગ કૌભાંડની જાળ વધુ ફેલાઈ રહી છે અને નવી નવી ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. દિલ્હીના પોલીસ કમિશનર નીરજ કુમારે એવા અહેવાલોને સમર્થન આપ્યું છે કે આ કૌભાંડમાં રાજસ્થાન રોયલ્સ ઉપરાંત અન્ય કેટલીક ટીમો પણ સંડોવાયેલી છે અને તે વિશે તપાસ...
તારક મહેતા ગુજરાતના પ્રતિષ્ઠિત ‘ગૌરવ પુરસ્કાર’થી સમ્માનિત
અમદાવાદ – ‘ચિત્રલેખા’માં ચાર દાયકાથી ધૂમ મચાવતી કૉલમ ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ના વિખ્યાત સર્જક તથા હાસ્યલેખક તારક મહેતાને આજે અહીં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતનો પ્રતિષ્ઠિત ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતી ભાષામાં સર્વોત્કૃષ્ટ...
બ્રેડ હોજની ફટકાબાજીએ રાજસ્થાનને પહોંચાડ્યું ક્વૉલિફાયર-2માં
નવી દિલ્હી – સનરાઈઝર્સ હૈદરાબાદ તેના ડેરેન સેમીના ઓલરાઉન્ડ દેખાવને લીધે સંગીન સ્થિતિમાં હોવા છતાં રાજસ્થાન રોયલ્સે તેના બેટ્સમેન બ્રેડ હોજની ધુઆંધાર બેટિંગની મદદથી આજે અહીં આઈપીએલ-6ની એલિમિનેટર મેચ ચાર વિકેટથી જીતી લીધી છે. આ જીત સાથે રાજસ્થાન ટીમ ક્વૉલિફાયર-2માં...
યુપીએ સરકાર સંપૂર્ણપણે વડા પ્રધાનની પડખે છેઃ સોનિયા ગાંધી
નવી દિલ્હી – કૌભાંડો અને વિવાદોએ ઊભી કરેલી નિરાશાને દૂર કરવાના પ્રયાસમાં યુપીએ સરકારે છેલ્લા ૯ વર્ષો દરમિયાન તેની સરકારના ગુલાબી ચિત્રને રજૂ કર્યું છે. વડા પ્રધાન મનમોહન સિંહે તેમની સરકાર સાથે જનતાનો મોહભંગ થયો છે તેવી માન્યતાને નકારી કાઢી છે અને દેશના અર્થતંત્રને...

