૨૬/૧૧ હુમલા: જુંદાલને પોતાના કૃત્યોની કબૂલાત કરવી છે

મુંબઈ – ૨૦૦૮ના નવેંબરના મુંબઈ ટેરર હુમલાખોરોના હેન્ડલર, લશ્કર-એ-તૈબાના ત્રાસવાદી અબુ જુંદાલને હવે તે ભયાનક કૃત્યોમાં પોતે ભજવેલી ભૂમિકાની કબૂલાત કરવી છે અને એ વિશેની ઈચ્છા તેણે કોર્ટને જણાવી દીધી છે.

પોતાની કબૂલાતને રેકોર્ડ કરવામાં આવે એવી વિનંતી તેણે કોર્ટને કરી છે.

મુંબઈ પોલીસના ક્રાઈમ બ્રાન્ચ અધિકારીઓએ જુંદાલને ૨૬/૧૧ હુમલાઓમાં એકમાત્ર જીવતા પકડાયેલા ત્રાસવાદી અજમલ અમીર કસાબની સામે મૂકી દીધા બાદ જુંદાલને કબૂલાત કરવાની ઈચ્છા જાગી છે.

તપાસકારો જુંદાલને કસાબની સામે મૂકીને બે વખત પૂછપરછ કરી ચૂક્યા છે.

આ પૂછપરછની પ્રક્રિયા ગુરુવારે અહીં આર્થર રોડ જેલની અંદર યોજવામાં આવી હતી. કસાબને આ જેલની અંદર બુલેટપ્રૂફ સેલની અંદર રાખવામાં આવ્યો છે. પોલીસે ગુરુવારે લગભગ દોઢેક કલાક સુધી પૂછપરછ કરી હતી.

કસાબે તે દરમિયાન તપાસકારોને કહ્યું કે જુંદાલ જ ૧૩ પાકિસ્તાની હેન્ડલર્સમાંનો એક છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, MUMBAI news