અમદાવાદ – ૧૩૫મી રથયાત્રા ૨૧મી જૂનના ગુરુવારે શહેરમાં નીકળવાની છે તે પૂર્વે અહીંના વિસ્તારમાંથી પોલીસને પાંચ ક્રુડ બોમ્બ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ છે.
આ બોમ્બ ગોમતીપુર વિસ્તારમાં કાલીદાસ ચાર રસ્તા નજીક મળી આવ્યા છે. બોમ્બ ચીકન લઈ જતા એક ટેમ્પોની અંદરના એક બોક્સમાંથી મળી આવ્યા છે.
સિટી પોલીસ કન્ટ્રોલ રૂમને એક મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો કે એક ચોક્કસ ટેમ્પોમાં ક્રુડ બોમ્બ છે.
તે બાતમીના આધારે પોલીસ ટૂકડી તે સ્થળે પહોંચી ગઈ હતી અને જણાવાયેલા ટેમ્પોને અટકાવી તલાશી લેતા અંદરથી ક્રુડ બોમ્બ મળી આવ્યા હતા. પોલીસોએ તરત જ તે બધાયને નિષ્ક્રિય કરી દીધા હતા.
આ ક્રુડ બોમ્બ પાઈપ, ટોબેકો ટીન્સ, ગન પાઉડર તથા અન્ય નાનકડી ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા હતા.



















