મારુતિ સુઝુકી દિવાળી પર લાવશે નવી અલ્ટો-800

કોચી – મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ તેની અલ્ટો કારનું નવું મોડેલ દિવાળીના તહેવાર પહેલા બહાર પાડી દેશે. ગ્રાહકો હાલ ડિઝલ કાર પસંદ કરવા લાગ્યા છે ત્યારે ગેસોલીનથી ચાલતી કારના વેચાણને બળ પૂરું પાડવાના પોતાના પ્રયાસના ભાગરૂપે મારુતિ સુઝુકીએ નવી અલ્ટો બહાર પાડવાનું નક્કી કર્યું છે.

કેન્દ્ર સરકારે ડીઝલના ભાવમાં વધારો કર્યો છે તે છતાં ગેસોલીનની સરખામણીમાં ડીઝલ કાર ૩૦ ટકા ઓછી ખર્ચાળ રહેશે. તે છતાં મારુતિ નવી અલ્ટો લોન્ચ કરવા માગે છે.

સ્મોલ કારના સેગ્મેન્ટમાં પોતાના વેચાણમાં ગયેલી ખોટને પહોંચી વળવા માટે મારુતિ સુઝુકીએ અલ્ટોના નવા મોડેલ પર મદાર રાખ્યો છે. તેની અલ્ટો કાર બેસ્ટ સેલિંગ ગણાઈ છે.

નવી અલ્ટો-800 આવતા મહિને લોન્ચ કરાશે જે હાલની અલ્ટોનું સ્થાન લેશે. નવી અલ્ટોમાં સીએનજીનો વિકલ્પ છે.

ગયા એપ્રિલ-ઓગસ્ટ પીરિયડમાં અલ્ટોનું વેચાણ ૩૪.૮૩ ટકા ઘટી ગયું હતું. આગલા વર્ષના એપ્રિલ-ઓગસ્ટમાં ૧.૨૨ અલ્ટો કાર વેચાઈ હતી. તેની સરખામણીમાં આ વર્ષના તે જ સમયગાળામાં ૮૯,૦૦૦ યુનિટ્સ વેચાયા હતા.

ગયા વર્ષે કંપનીએ ૩.૦૮ લાખ અલ્ટો વેચી હતી.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, Business