ટિ્વટરને પડતી મૂકી દેવાની અમિતાભની ધમકી

મુંબઈ – હિન્દી ફિલ્મોના મહાનાયક અમિતાભ બચ્ચન માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટિ્વટર અને પોતાના બ્લોગમાં જે રીતે ગડબડ ચાલી રહી છે તેનાથી બહુ અપસેટ થઈ ગયા છે અને કહ્યું છે કે કાં તો તમે આમાં સુધારો કરો નહીં તો હું તમારી સાઈટ છોડી દઈશ.

અમિતાભે ટિ્વટ કર્યું છે કે, ‘ટિ્વટર અને બ્લોગ ઉપર થતી રહેતી ખરાબી અંગેની કમેન્ટ્સ વાંચીને હું પરેશાન થઈ ગયો છું… મેં સંબંધિત લોકોને ચેતવણી મોકલી દીધી છે કે, આ સ્થિતિ સુધારો નહીં તો હું છોડી દઈશ, બીજે જતો રહીશ.’

અમિતાભે એમ પણ કહ્યું છે કે આ સાઈટ્સમાં ગડબડ થતી હોવાથી હું બહુ પરેશાન થઈ જાઉં છું. કમેન્ટ્સ મોકલવામાં જેમને તકલીફ પડે છે એમની હું માફી માગું છું.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, Sub Headlines