એન્ડી મરે યુએસ ઓપન વિજેતાઃ ૭૬ વર્ષમાં પહેલો બ્રિટિશર બન્યો

ન્યૂ યોર્ક – બ્રિટનના એન્ડી મરેએ યુએસ ઓપન ગ્રાન્ડ સ્લેમ ટેનિસની ફાઈનલમાં સર્બિયાના ગઈ વેળાના ચેમ્પિયન નોવાક યોકોવિચને 7-6 (10), 7-5, 2-6, 3-6, 6-2 થી પરાજય આપીને ટ્રોફી જીતી લીધી છે. આ સાથે જ એન્ડી મરે ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતનાર છેલ્લા ૭૬ વર્ષમાં પહેલો બ્રિટિશ ખેલાડી બન્યો છે.

વર્લ્ડ નંબર-2 યોકોવિચે મેચ બાદ મરેને અભિનંદન આપ્યા હતા અને કહ્યું કે તું આ જીત માટે લાયક છે.

યોકોવિચે એમ પણ કહ્યું કે, મેં મેચ જીતવા ખૂબ પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ મેચ પણ ગ્રાન્ડ સ્લેમ ઈતિહાસની યાદગાર મેચોમાં ગણાશે એની મને ખુશી છે.

મેચ જીતી લીધા બાદ મરે એટલો બધો ચકિત થઈ ગયો હતો કે જાણે પોતે ઈતિહાસ સર્જક બન્યો છે એ તેના માનવામાં જ નહોતું આવતું.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, Sports