હૈદરાબાદ – ૨૦૦૫ની સાલમાં મેડક જિલ્લાના તે વખતના કલેક્ટરને ગાળો દેવાના એક કેસના સંબંધમાં આંધ્ર પ્રદેશની એમઆઈએમ પાર્ટીનાં પ્રમુખ અને સંસદસભ્ય અસાદુદ્દીન ઓવૈસી આજે સોમવારે અહીં પોલીસને શરણે આવી ગયા બાદ પોલીસે એમને કોર્ટમાં હાજર કર્યા હતા. કોર્ટે એમને ૧૪-દિવસ સુધી અદાલતી કસ્ટડીમાં રીમાન્ડ પર રાખવાનો આદેશ આપ્યો છે.
તે કેસમાં અસાદુદ્દીન પ્રથમ આરોપી રહ્યા છે. એમની સામે પોલીસે બિન-જામીનપાત્ર વોરંટ પણ બહાર પાડ્યું હતું.
અસાદુદ્દીનના નાના ભાઈ અને વિધાનસભ્ય અકબરુદ્દીન ઓવૈસી કોમી ઉશ્કેરણીવાળા ભાષણો કરવાના આરોપસર હાલ જેલમાં છે. અસાદુદ્દીનવાળા કેસમાં અકબરુદ્દીન બીજા નંબરના આરોપી છે.
મેડક જિલ્લાના પોલીસ સત્તાધિશોએ કહેલું કે અસાદુદ્દીન જો શરણે આવી નહીં જાય તો એમની ધરપકડ કરવાની તેમને ફરજ પડશે.
અસાદુદ્દીન ૨૦૧૦થી કાર્યવાહી માટે કોર્ટમાં હાજર થયા નહોતા.



















