દહેરાદૂન – ઉત્તરાખંડમાં ગુરુવારે ભેખડો ધસી પડવાની ઘટનાઓને પગલે પ્રસિદ્ધ યાત્રાધામ બદ્રીનાથ નજીક ઓછામાં ઓછા ૩૦૦૦ યાત્રાળુઓ ફસાઈ ગયા છે.
તે વિસ્તારમાં ત્રણ ઠેકાણે ભેખડો ધસી પડી છે.
લશ્કરના વિભાગ, બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના જવાનો ભેખડો દૂર કરવાની કામગીરીમાં લાગ્યા છે. રસ્તાઓને શક્ય એટલો જલદી ખુલ્લો કરી શકાય એવા પ્રયાસો તેઓ કરી રહ્યા છે.
ભેખડો ધસી પડવાનું હજી પણ ચાલુ જ રહ્યું હોવાથી પથ્થરો દૂર કરવાનું જવાનો માટે મુશ્કેલ બન્યું છે.
અટવાઈ ગયેલા યાત્રાળુઓને સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. એમને સ્થાનિક ગામડાંઓમાં રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે.
જોશીમઠ, હેમકુંડમાં યાત્રાળુઓ સપડાઈ ગયા છે. જ્યાં સુધી રસ્તાઓ ક્લિયર ન થાય ત્યાં સુધી પ્રવાસ ન કરવાની સત્તાવાળાઓએ લોકોને સલાહ આપી છે.



















