ઠાકરેની પ્રણવને અપીલઃ અફઝલની દયાની અરજી ફગાવી દેજો

મુંબઈ – પ્રણવ મુખરજીને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવામાં ટેકો આપનાર શિવસેના પાર્ટીના પ્રમુખ બાલ ઠાકરેએ તેમને અપીલ કરી છે કે તમે સંસદભવન પરના હુમલાના સૂત્રધાર, આતંકવાદી અફઝલ ગુરુની દયાની અરજીને ફગાવી દેજો.

ગુરુને ૨૦૦૧ના ડિસેંબરમાં ૧૨ જણનો ભોગ લેનાર સંસદભવન પરના આતંકી હુમલાના કેસમાં અપરાધી જાહેર કરાયેલા અફઝલ ગુરુને ફાંસીની સજા ફરમાવવામાં આવી છે.

બાલ ઠાકરેએ તેમની પાર્ટીના મુખપત્ર ‘સામના’માં લખ્યું છે કે, પ્રણવ દા, અમને તમારી પર ઘણી અપેક્ષાઓ છે. અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે અફઝલ ગુરુની દયાની અરજીને નકારી કાઢજો અને એને ફાંસીએ ચડાવી દેજો. તમારે આ કામને પ્રાધાન્ય આપવાનું છે અને રાષ્ટ્રપતિ તરીકે તમારી કારકિર્દીનો ધમાકેદાર આરંભ કરવાનો છે.

નવા રાષ્ટ્રપતિએ ફાંસીની સજા પામેલા કેદીઓમાંના ૧૦ અપરાધીઓની દયાની અરજીઓ પર નિર્ણય લેવાનો રહેશે. આમાંની કેટલીક અરજીઓ રાજકીય અસરો ઉપજાવનારી છે. દાખલા તરીકે, બલવતં સિંહ રાજોઆના, જે પંજાબની જેલમાં છે. તે પંજાબના ભૂતપૂર્વ કોંગ્રેસી મુખ્ય પ્રધાન બિયંત સિંહની હત્યા માટે ફાંસી ફરમાવવામાં આવી છે, પરંતુ પંજાબમાં રાજોઆનાને લોકો શહીદ તરીકે ગણે છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, MUMBAI news