ઠાકરેએ પણ જાહેર કર્યો પ્રણવ માટે ટેકો

મુંબઈ – ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સની મહત્વની સહયોગી પાર્ટી શિવસેનાએ રાષ્ટ્રપતિ પદ માટે કોંગ્રેસ-યુપીએના ઉમેદવાર પ્રણવ મુખરજીને પોતાનો બિનશરતી ટેકો જાહેર કર્યો છે.

પક્ષના વડા બાલ ઠાકરેએ એક નિવેદનમાં મુખરજી માટે શિવસેનાનો ટેકો જાહેર કર્યો છે એટલું જ નહીં, દેશના ૧૩મા રાષ્ટ્રપતિ તરીકે મુખરજીને સર્વસંમતિથી ચૂંટી કાઢવામાં મદદરૂપ થવાની તમામ રાજકીય પક્ષોને અપીલ પણ કરી છે.

ગઈ કાલે ભાજપનાં સંસદસભ્ય મેનકા ગાંધીએ પણ મુખરજી માટે પોતાનો ટેકો જાહેર કર્યો હતો.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, National news