સુપ્રીમ કોર્ટે ભુલ્લરની ફાંસી આજીવન કેદમાં ફેરવી

નવી દિલ્હી – ૧૯૯૩ના બોમ્બ વિસ્ફોટોના કેસમાં દોષી આતંકવાદી દેવિન્દર પાલ સિંહ ભુલ્લરની ફાંસીની સજા સુપ્રીમ કોર્ટે આજીવન કેદમાં ફેરવી દીધી છે.

મુખ્ય જજ પી. સદાશિવમની પ્રમુખતા વાળી ખંડપીઠે આ ફેંસલો સંભળાવ્યો છે. જસ્ટિસ આર.એમ લોઢા, એચ.એલ દત્તુ અને એસજે મુખોપાધ્યાયની આ બેંચે ચૂંટણી પૂર્વે ભુલ્લર મુદ્દે સરકારનું નરમ વલણ અને કોર્ટનો આ નિર્ણય મહત્વના છે.

પંજાબમાં અકાલી દળ સહિત લગભગ તમામ રાજકીય પક્ષો ભુલ્લરની સજા માફ કરવાના પક્ષે હતા.

આતંકવાદી ભુલ્લરે સપ્ટેમ્બરે ૧૯૯૩માં યૂથ કોંગ્રેસના તત્કાલિન પ્રમુખ એમએસ બિટ્ટાની કાર પર બોમ્બ વિસ્ફોટ કર્યો હતો, જે માટે સુપ્રીમે તેને ફાંસીની સજા સંભળાવી હતી. આ હુમલામાં નવ લોકોના મોત થયા હતા. જ્યારે બિટ્ટા સહિત ૨૫ લોકો ગંભીર રીતે ઘવાયા હતા.

સુપ્રીમ કોર્ટે અગાઉ તેને ફાંસીની સજા સંભળાવી હતી, ત્યાર બાદ રાષ્ટ્રપતિએ પણ તેની દયા અરજી ફગાવી દીધી હતી.

આ અગાઉ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ખલિસ્તાની આતંકવાદી દેવિન્દરપાલ સિંહ ભુલ્લરની મોતની સજા આજીવન કેદમાં ફેરવાય તો સરકારને તેમાં કોઈ વાંધો નથી. રાષ્ટ્રપતિ ભવન દ્વારા સજા માફીની અરજીમાં વિલંબને કારણે સુપ્રીમે અગાઉ રાજીવ ગાંધીના હત્યારાઓની ફાંસી પણ આજીવન કેદમાં ફેરવી દીધી.

Filed in: Breaking News, National news


"Type in Gujarati language (Press Ctrl+g to toggle between Gujarati and English)”