નવી દિલ્હી: બ્લેકબેરી-10 (BB10) સ્માર્ટફોનને આવતી ૩૦ જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે લોન્ચ કરાશે. તેના અમુક અઠવાડિયા બાદ ભારતમાં આ ફોનને લોન્ચ કરશે એરસેલ.
BB10 ને ભારતમાં લોન્ચ કરવાના નિર્ણયને એરસેલે સમર્થન આપ્યું છે જ્યારે વોડાફોનનું કહેવું છે કે આ ફોનના ગ્લોબલ લોન્ચ બાદ તે આ અંગે જાહેરાત કરશે.
બીજી બાજુ, એરટેલ અને ટાટા ડોકોમોએ પણ BB10ને દેશમાં લોન્ચ કરવાના વિષયે કોઈ ઈનકાર કર્યો નથી અને પોતાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે.
આઈડિયા અને રિલાયન્સ જીએસએમ, આ બે ઓપરેટર એવા છે જેમણે કહ્યું છે કે બ્લેકબેરી 10 ડિવાઈસને ભારતમાં લોન્ચ કરવાનો તેમનો કોઈ પ્લાન નથી.
વોડાફોનને બ્લેકબેરી ઉત્પાદક કંપની સાથે વૈશ્વિક સ્તરે ગાઢ સહયોગ છે તેથી ભારતમાં તે આ સ્માર્ટફોન લોન્ચ ન કરે એવી સંભાવના ઘણી ઓછી છે.



















