મુંબઈ- ગઈકાલે ગુરૂવારે ડીઝલ અને રાંધણ ગેસની સરકાર દ્વારા વધારેલી કિંમતોનું આજે શુક્રવારે શેરબજારે સ્વાગત કર્યું છે. ડિઝલ અને એલપીજીની કિંમતમાં વધારાને કારણે સેન્સેક્સ ૨૦,૦૦૦ને પાર પહોંચી ગયો છે.
ગઈકાલે મોડીરાત્રે ડિઝલનાં ભાવ ૪૫ પૈસા વધારાયા જોકે પેટ્રોલનાં ભાવ ૨૫ પૈસા ઘટાડીને રાહત આપવાનાં સરકારે પ્રયત્નો કર્યા પરંતુ રાંધણ ગેસનાં સસ્તા સિલેન્ડરોની સંખ્યા વધારવાની સાથે એ પણ નક્કી થઈ ગયું કે વગર સબ્સિડીવાળા સિલેન્ડરર લેવા માટે હવે તમારે ૪૬.૫ રૂપિયા વધારે ચુકવવા પડશે.
સરકારની જાહેરાત બાદ આજે શેરબજાર ઘણું ખુશ જોવા મળ્યું, સેન્સેક્સ સવારે લગભગ ૯.૪૬ની આસપાસ ૧૫૦.૨૩ અંકનાં ઉછાળા સાથે ૨૦,૧૧૪.૨૬ પર અને નિફ્ટી લગભગ આ જ સમયે ૪૨.૭૦ અંકોનાં ઉછાળાની સાથે ૬,૦૮૧.૯૦ પર જોવા મળ્યો.



















