શેરબજારમાં મચી ગયો હાહાકાર, સેન્સેક્સ ૩૬૬ પોઈન્ટ તૂટ્યો

મુંબઈ – મંગળવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં અચાનક મોટા પાયે વેચવાલી આવી પડતાં સેન્સેક્સે ૪૦૦ પોઈન્ટ જેટલું ગોથું ખાધું હતું. છેલ્લા અડધા કલાકમાં વેચવાલી તીવ્ર બની જતાં ૩૦ શેરનો મુખ્ય ઈન્ડેક્સ, સેન્સેક્સ આગલા બંધની સામે ૩૬૬ પોઈન્ટ અથવા ૨.૧૭ ટકા તૂટીને ૧૬,૫૪૬.૧૮ પોઈન્ટનો બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦-શેરનો મુખ્ય ઈન્ડેક્સ, નિફ્ટી ૫૦૦૦ની નીચે ખાબક્યો હતો. તે આજે ૧૧૪.૨૦ પોઈન્ટ અથવા ૨.૨૩ ટકા તૂટીને ૪૯૯૯.૯૫ પોઈન્ટનો બંધ રહ્યો હતો.

સોમવારે જીએએઆરની રાહત મળતાં બજારમાં સુધારો આવ્યો હતો. તેની અસર આજે ચાલુ રહી નથી. જાન્યુઆરી બાદ આ પહેલી જ વાર નિફ્ટી ૫૦૦૦ની નીચે ગયો છે. તો સેન્સેક્સમાં માર્ચની ૨૨ તારીખ બાદ આ પહેલી વાર આટલા મોટા તફાવત સાથે ગાબડું પડ્યું છે.

ડોલરની સામે રૂપિયો તૂટવાથી દરિયાપારના ઈન્વેસ્ટરોએ મોટા પાયે કરેલી વેચવાલીનો ગભરાટ આજના ગાબડા માટે જવાબદાર હોવાનું ગણાય છે. બેન્ક, સ્ટીલ, ટેક્નોલોજી અને ઓટો કંપનીના શેરોને સૌથી વધારે નુકસાન ગયું છે.

મંગળવારના ટ્રેડિંગ દરમિયાન, ટીસીએસ, બીએચઈએલ, જિંદલ સ્ટીલ, આઈટીસી, ટાટા મોટર્સ, જેપી એસોસિએટ્સ, એચસીએલ ટેક અને રિલાયન્સ ઈન્ફ્રા જેવા દિગ્ગજ શેરોએ ૪.૬-૮ ટકા જેટલી પછડાટ ખાધી.

મિડ-કેપ શેરોમાં, સેન્ટ્રલ બેન્ક, ઈન્ડિયા ઈન્ફોલાઈન, વીએસટી જેવા શેર સાડા ૬થી ૧૨ ટકા જેટલા તૂટ્યા.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, Business