જમ્મુ – જમ્મુ અને કશ્મીરના લેહ જિલ્લામાં ભયંકર ભૂખસ્લનને કારણે ચાંગ્લા પાસ ખાતે ફસાઈ ગયેલા ૪૦૦ જેટલા પર્યટકો તથા સ્થાનિક લોકોને સુરક્ષા જવાનોએ ઉગારી લીધા છે.
શનિવારે ભૂસ્ખલનને લીધે ચાંગ્લા સ્થળે ૧૦૦થી વધારે વાહનો ફસાઈ ગયા હતા. સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ તથા ભારતીય લશ્કરના જવાનોની ટૂકડીઓએ સાથે મળીને આ પર્યટકોને ઉગારવાની કામગીરી હાથ ધરી હતી. તેમને બચાવવા માટે એમણે તાબડતોબ વૈકલ્પિક માર્ગ તૈયાર કરી નાખ્યો હતો.
૩૦૦થી વધારે યાત્રીઓ તથા ૧૦૦ જેટલા સ્થાનિક લોકોને ઉગારીને સુરક્ષિત સ્થાને પહોંચાડી દેવામાં આવ્યા છે.
ચાંગ્લા પાસ દરિયાઈ સપાટીથી લગભગ ૧૭,૫૯૦ ફૂટની ઊંચાઈ પર આવ્યું છે. આ પાન્ગોંગ સરોવર તરફ લઈ જાય છે. તેનો એક-તૃતિયાંશ ભાગ ભારતમાં પડે છે અને બાકીનો ચીનમાં છે. પાન્ગોંગ લેક લેહની મુલાકાતે આવતા પર્યટકો માટે મુખ્ય જોવાલાયક સ્થળ છે.



















