નવી દિલ્હી – આખરે એન.ડી. તિવારીના લફરાની સચ્ચાઈ સામે આવી જ ગઈ છે. દિલ્હી હાઈ કોર્ટમાં પિતૃત્વના કેસમાં કોંગ્રેસના સિનિયર નેતા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન તિવારીનો ડીએનએ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો અને માલૂમ પડ્યું છે કે એ રોહિત શેખરના અસલી પિતા છે.
તિવારીએ કોર્ટના નિર્ણયનો સ્વીકાર કરતા કહ્યું કે હું વિવાદોથી દૂર રહેવા માગું છું અને આ કેસને વધારે ખેંચવા માગતો નહોતો. આ મારો અંગત મામલો છે. મને મારી રીતે જીવન જીવવાનો હક છે. મારી સહાનુભૂતિ રોહિત શેખર સાથે છે.
રોહિતના વકીલે દિલ્હી હાઈ કોર્ટના નિર્ણયની જાણકારી આપતા કહ્યું કે કોર્ટે એલાન કર્યું છે કે ડીએનએ રિપોર્ટ મુજબ એન.ડી. તિવારી જ રોહિત શેખરના જૈવિક પિતા છે. તેથી હવે આ કેસમાં શંકાને સ્થાન રહ્યું નથી.



















