મુંબઈ – ભારતીય રિઝર્વ બેન્કે આમ જનતામાં નકલી નોટો અંગે જાગૃતિ ફેલાવવા માટે એક વેબસાઈટ લોન્ચ કરી છે જેમાં તેણે નકલી નોટોને ઓળખવા માટેના માર્ગો દર્શાવ્યા છે.
આરબીઆઈએ ‘પૈસાબોલતાહૈ ડોટ આરબીઆઈ ડોટ ઈન’ www.paisaboltahai.rbi.org.in — નામની વેબસાઈટ શરૂ કરી છે અને તેમાં ૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૫૦૦ અને ૧૦૦૦ના મૂલ્યની પહેચાન કરવાના માર્ગો દર્શાવ્યા છે.
ગ્રાહકો આ નોટોના પોસ્ટર ડાઉનલોડ કરી શકે છે જેનો ઉપયોગ નકલી નોટોની પહેચાન માટે કરી શકાશે.
આ વેબસાઈટની લિન્ક આરબીઆઈની મુખ્ય વેબસાઈટ ઉપર પણ ઉપલબ્ધ છે. લોકો આ અંગેની એક દસ્તાવેજી ફિલ્મ પણ ડાઉનલોડ કરી શકે છે.



















