હેડલીને ૩૫ વર્ષની જેલની સજા કરાવવા માગે છે અમેરિકાની સરકાર

શિકાગો – અમેરિકામાં જન્મેલા અને પાકિસ્તાનસ્થિત લશ્કર-એ-તૈબા સંગઠનના ત્રાસવાદી ડેવીડ હેડલીએ ૨૬/૧૧ના મુંબઈ ટેરર હુમલાઓમાં ભજવેલી ભૂમિકા માટે તેમજ એની અન્ય ત્રાસવાદી પ્રવૃત્તિઓને લીધે એને ૩૦-૩૫ વર્ષની જેલની સજા ફટકારવાની અમેરિકાની સરકારે કોર્ટમાં માગણી કરી છે.

હેડલીને સજા કરાવવાને લગતા ૨૦-પાનાંનાં દસ્તાવેજમાં ગેરી એસ. શેપીરોએ કહ્યું છે કે, હેડલીને ૩૦-૩૫ વર્ષની જેલની સજા કરવી યોગ્ય અને ન્યાયી ગણાશે. તેની ક્રિમિનલ વર્તણૂંક વખોડવાને લાયક છે, પણ અદાલતી કાર્યવાહીમાં સરકારને સહકાર આપવાનો તેનો નિર્ણય પણ એટલો જ મહત્વ માગી લેનારો છે, કારણ કે એના સહકારે ત્રાસવાદના દૂષણ સામે લડવાના સરકારના પ્રયાસોને મદદ કરી છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, INTERNATIONAL NEWS