વેલકમ ડિમ્પલ યાદવઃ કોન્ગ્રેસ- એસપી વચ્ચે ઘરોબો વધ્યો

લોકસભાની કનોજ બેઠકની પેટા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશના પત્ની ડિમ્પલ યાદવ ઉમેદવારી નોંધાવવાના છે અને એની સામે કોન્ગ્રેસે કોઇ જ ઉમેદવારને ન ઊભા રાખવાનો નિર્ણય લીધો છે, જે બતાવે છે કે કોન્ગ્રેસ અને સમાજવાદી પક્ષ એકબીજાની નજીક આવી  રહ્યા છે.
ડિમ્પલ યાદવ મંગળવારે પોતાની ઉમેદવારી નોંધાવશે. આ બેઠક માટેની પેટા ચૂંટણી 24મી જૂને યોજાવાની છે. ઉત્તર પ્રદેશ કોન્ગ્રેસ કમિટિના પ્રમુખ રીટા બહુગુણા જોશીએ એ વાતને સમર્થન આપ્યું હતું કે ડિમ્પલ યાદવની સામે કોન્ગ્રેસ કોઇ ઉમેદવાર ઊભા નહીં રાખે. સામાન્ય સંજોગોમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે પણ સમાજવાદી પક્ષ પોતાના ઉમેદવાર ઊભા નથી રાખતો.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, National news