ડીએનએસ ચેન્જરઃ ૯ જુલાઈએ ઈન્ટરનેટ બંધ?

વોશિંગ્ટન – અમેરિકામાં ડીએનએસ ચેન્જર નામના વાયરસે લોકોને પરેશાન કરી મૂક્યા છે. તેને લીધે ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન આ વાયરસનો શિકાર બનેલા સર્વરોને આવતા અઠવાડિયાના આરંભમાં બંધ કરવાનું છે. તેને લીધે વાયરસ ઈન્ફેક્ટેડ કમ્પ્યુટર્સ ઈન્ટરનેટ એક્સેસ કરી નહીં શકે.

એક અંદાજ મુજબ, હજી લગભગ ૩ લાખ જેટલા કમ્પ્યુટર્સ ડીએનએસ ચેન્જર વાયરસથી ઈન્ફેક્ટ થયેલા છે. આનાથી ઘણા કમ્પ્યુટર યુઝર્સને, ખાસ કરીને નાના અને મધ્યમ સ્તરના વેપાર કરનારાઓને પરેશાની ભોગવવી પડે એમ છે. નાના અને મધ્યમ કદની મોટા ભાગની કંપનીઓ તેમના ઈ-કોમર્સ કામકાજ માટે રોજેરોજની બાબતો માટે ઈન્ટરનેટ પર નિર્ભર રહે છે. જો યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો ડીએનએસ ચેન્જર વાયરસ આવી કંપનીઓ માટે મોટું જોખમ ખડું કરી શકે એમ છે.

આ વાયરસ જેમાં ઘૂસે તે કમ્પ્યુટરનું ડોમેન નેમ સિસ્ટમ (ડીએનએસ) બદલી નાખે છે, એટલે કે નામ જ બદલી નાખે છે.

આ વાયરસનો નાશ કરવા માટે અમેરિકી વહીવટીતંત્રે જોરદાર પ્રયાસો આદર્યા છે.

એ ટી એન્ડ ટી તથા ટાઈમ વોર્નર કેબલ સહિત અમેરિકાના કેટલાક ઈન્ટરનેટ પ્રોવાઈડર્સે કામચલાઉ વ્યવસ્થા કરી છે જેથી તેમના ગ્રાહકો ઈન્ફેક્ટેડ ડીએનએસ સર્વરોના એડ્રેસનો ઉપયોગ કરીને ઈન્ટરનેટ એક્સેસ કરી શકે.

ઈન્ફેક્શન્સને ઓળખવા અને તે ક્લીન કરવા સંબંધિત માહિતી કેટલીક સિક્યોરિટી કંપનીઓ તથા નિષ્ણાતોએ બનાવેલી આ વેબસાઈટ પરથી મળી શકશેઃ http://www.dcwg.org/

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, INTERNATIONAL NEWS